MatterMngt
Wel Come, Guest (Please Register/Login)
Login Contact Us
ઓફિસ સમય: (ત્રણ દિવસ માટે) સોમવાર, ગુરુવાર, અને શનિવાર     સાંજે 5 થી 7       ફોન ઓફિસ:  91065 66988      079 - 27462960          હસમુખભાઈ: 98989 50015       ભરતભાઈ (પ્રમુખશ્રી) : 63522 07392     ભોગીલાલ (મહામંત્રીશ્રી) : 94260 65449     મનુભાઈ (મંત્રીશ્રી) : 98989 54842

સમાજ ઇતિહાસ

૧૯૯૭ માં સમાજની થઈ અને આજે ૧૯વર્ષથી સમાજ અવિરત પ્રગતિ કરી રહો છે હાલ ધમધમી રહ્યો છે.

 

કૌટુંબિક ડિરેક્ટરીઓનું પ્રકાશન

૧૯૯૮ મા પ્રથમ આવૃત્તિ અને ૨૦૦૪માં દિત્યા આવૃત્તિ - ૨૫૦૦ સભ્યો ૬૦૦ સાથે પ્રકાશિત કરવામાં આવી.

 

સમાજની વેબસાઈટ

Kp12mNG બાર ગામ સમાજ ના ફેડરેશન સાથે રહીને અમદાવાદ સમાજના ૩૫૬૦ કુટુંબ સહિત અન્ય શહેરોના કુલ ૧૧૦૦૦ કુટુંબોની માહિતી આ વેબસાઈટ (ઇન્ટરનેટ) ઉપર મૂકવાનું કાર્ય ચાલુ છે. આ વેબસાઇટ દ્વારા આપણો સમાજ ઉજજવળ ભવિષ્ય તરફ વિશ્વ સ્તરે પગરણ માંડશે.

 

સમૂહ લગ્નનું આયોજન

સુઆયોજિત, ગુણવત્તાસભર ૧૯ સમૂહ લગ્ન અમદાવાદ ખાતે યોજાઈ ચૂક્યા છે. જેમાં ભોજન લગ્નમંડપ, યજમાન દાતાશ્રી કન્યાને પુરાંત, પાનેતર, તિજોરી ખુરશીઓ વગેરે ૨૨ દાતાશ્રીઓ ઉપરાંત ૧૬૩ કાયમી (દર વર્ષ સતત ) દાનના દાતાશ્રીઓમળીને કુલ ૧૮૫થી વધુ દાતાશ્રી આ ઉમદા સામાજિક પ્રવુતિ વેગ આપી રહ્યા છે. ૨૦૧૭ માં આગામી વિસમાં સમૂહ લગ્નોત્સવ ની સંભવીત તારીખ ૦૫-૦૨-૨૦૧૭ છે.

 

લગ્ન બ્યુરો  અને લગ્ન સહાયક કેન્દ્ર  

કડવા પાટીદારના હજારો લગ્નોત્સુક યુવક-યુવતીઓના ફોટા સહિતની વિગત ની માહિતી સમાજના વડીલ કાર્યકરોની ટીમ સમાજના કાર્યાલય ધ ડે સોમ ગુરુ અને શનિવારે સાંજે ૫ થી ૭ દરમિયાન સેવા આપી રહ્યા છે. અનેક કુટુંબો પોતાના બાળકો માટે આ કેન્દ્રની સેવાનો વિના મૂલ્યે લાભ લઇ રહ્યા છે.

 

સમાજનું કોમ્પ્યુટર સેન્ટર

આઠ કોમ્પ્યુટર અધ્યતન લગ્ન બ્યુરો સેન્ટર તૈયાર થઈ ચૂક્યું છે. તેનો લાભ સમાજના સભ્યો ને મળી રહ્યો છે.

 

સમાજના વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડાઓનું વિતરણ

આકર્ષક અને સારી ક્વોલિટીના કાગળ સાથે ના ચોપડા જાહેરાતના દાતાશ્રીઓ ૮૯ કારોબારી સભ્યો તથા વિતરણ કેન્દ્ર તરફથી મળેલ દાન દ્વારા રાહત દરે

 

સમાજના ૨૫૦૦ થી વધુ બાળકો દર વર્ષ આપી શકીએ છીએ. સમાજના બાળકો દર વર્ષે મે મહિનાના સમાજના ચોપડાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તે જ પ્રવુતિની લોકપ્રિયતા દર્શાવે છે.

 

જરૂરિયાતમંદ કુટુંબોના બાળકોના શિક્ષણ માટે આર્થિક સહાય

ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા સમાજના બાળકોને અભ્યાસ માટે વર્ષ ૨૦૦૭માં ૪૫ બાળકોને રૂપિયા ૧૧૩૫૦૦ વર્ષ ૨૦૦૮માં ૪૯ બાળકોને રૂપિયા ૧૫૧૦૦૦ વર્ષ ૨૦૦૯માં ૭૪ બાળકોનું રૂપિયા ૧૮૫૫૦૦ વર્ષ ૨૦૧૦માં ૭૫ બાળકોને રૂપિયા ૧૮૫૫૦૦ વર્ષ ૨૦૧૧માં ૮૬ બાળકોને રૂપિયા ૨૦૧૫૦૦ વર્ષ ૨૦૧૨માં ૬૫ બાળકોને રૂપિયા ૧૫૮૫૦૦ વર્ષ ૨૦૧૩માં ૬૭ બાળકોને રૂપિયા ૧૬૩૦૦૦ વર્ષ ૨૦૧૪માં ૬૭ બાળકોને રૂપિયા ૧૬૨૫૦૦ વર્ષ  ૨૦૧૫મા ૬૯ રૂપિયા ૧૭૪૦૦૦ની સહાય આપેલ છે. આયોજનમાં સમાજ પાસેથી ભંડોળ ઉપરાંત અનેક કાયમી દાતાશ્રીઓ પાસેથી યોગદાન મળે છે.

 

બ્લેક ડોનેશન કેમ્પ સામાજિક પ્રવાસો આરોગ્ય વિકાસની શિબિરોનું આયોજન તથા મેડીકલ સહાય તેજસ્વી બાળકોને ચાંદીના ચંદ્રકો એનાયત કરી પ્રોત્સાહન સમાજ સનિષ્ઠ  / વિશિષ્ટ સિધ્ધિઓ મેળવનાર વ્યક્તિઓના મોટા મેળાવાડા સન્માન સમાજની બહેનો/ ભાઈઓ માટે કોમ્પ્યુટર શિક્ષણ ઇંગ્લિશ સ્પીકિંગ વર્ગો પર્સનાલિટી ડેવલોપમેન્ટ જેવી યુવા વિકાસ શિબિરોનું આયોજન  સમાજની યુવક-યુવતીઓ માટે રોજગાર શિબિરોનું આયોજન સમાજના યુવક- યુવતીઓ માટે રોજગાર બ્યુરોની કાર્યવાહી ટૂંક સમય આયોજન હેઠળ છે. સમાજની બહેનો દ્વારા મહિલા સંગઠનની રચના કરવામાં આવી તથા તેમાં અનેક વિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ છે.

 

ઉવારસદ ખાતેની સમાજની પાંચ વીઘા જમીન અધતન સંકુલનું બાંધકામ કરવાનું કાર્ય ચાલુ છે, જેમાં ભવિષ્યમાં અનેક વિધિ સમાજલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન છે અધતન સંકુલનું ખાતમુહૂર્ત તા ૨૦-૦૪-૨૦૧૪ને રવિવારના રોજ કરેલ છે તથા અત્યારે સંકુલના બાંધકામ ઝડપથી પુર્ણ કરવા કટિબદ્ધ છીએ અને ઝડપથી પૂર્ણ થાય તેના માટે પ્રયત્ન ચાલુ છે.